Dr. Dilip Barad




" ર્ડા. દિલીપ બારડ  "




        ઘણાં દિવસોથી  વિચારોના વમળો ઉઠતાં  હતાં,  લાંબા સમયથી કંઇક લખવાની ઇચ્‍છા હતી. પણ  કદાચ તે ઇચ્‍છા યોગ્‍ય વિષયની રાહમાં હશે. પ્રખ્‍યાત  લેખકો અને કવિઓને વાંચીને, જાણીને ઉંડે- ઉંડે એવી  આશા ખરી કે  કંઇક આપણું - પોતીકું લખાણ હોય. પણ જો યોગ્‍ય વિષય ન હોય તો તે પાયાહિન છે. 2016 માં " અંગ્રેજી  ભવન " માં પ્રવેશ મેળવ્‍યો. આ ભવન અને તેનાં શિક્ષણ વિશે ઘણી વાતો સાંભળેલી. એટલે કોલેજકાળ દરમિયાનથી જ અહીં શિક્ષણ લેવાની અદમ્‍ય ઇચ્‍છા રહેલી. પ્રથમ મુલાકાત વખતે જ એક અદભૂત ચેતના અને અનોખા વાતાવરણનો અહેસાસ થયો.

       અંગ્રેજી  ભવનનું ચોગાન એવું કે જે વિદ્યાર્થીઓને ભણવાં, પ્રગતિ  કરવાં, જીવનપાઠો શીખવાં, હસવાં, રમવાં, કૂદવાં, અને સૈાથી અગત્‍યનું જીવન વિવેચન કરવાનું જ્ઞાન મેળવવા પ્રોત્‍સાહિત કરે છે. અને આ સૈાનું મૂળ, પ્રેરણાસ્‍ત્રોત, લહિયો, જન્‍મદાતા અને દિશાદર્શક એટલે,

" ર્ડા. દિલીપ બારડ  "

જેનાં વ્‍યકિતત્‍વને ચિતરવાં બેસો તો ડાયરીનાં પેઇજનાં પેઇજ ટૂંકા પડે. પણ જો કોઇ એક શબ્‍દમાં પૂછે તો હું કહું,

                  "The spirit of English Department"

જેમનું સમગ્ર જીવન વિદ્યાર્થીઓનાં વિકાસ અને ભણતરને સર્મપિત છે. તેવી વિશિષ્‍ટ  અને વિરલ વિભૂતિને મારા હદયપૂર્વકનાં વંદન.

       એક   " પવિત્ર આત્‍મા  " જેમાં સતત ઘબકતો રહે છે. જેમણે " માનવતાની મિસાલ  " ઉભી કરી છે, સાદગી, સૈામ્‍યતા, અને વિનમ્રતા જેમનું આભૂષણ છે, મઘુર વાણી જેમને વરેલી છે, વિવેચન અને મીમાંસા જેનાં શસ્‍ત્રો છે, સજજનતા અને શાલીનતા જેમનાં વસ્‍ત્રો છે, એ એટલે " ર્ડા. દિલીપ બારડ  સાહેબ ".

" અંગ્રેજી  ભવનનો આત્‍મા " એટલે ર્ડા. દિલીપ બારડ". જેમનાં થકી, જેમનાં દ્રારા સમગ્ર ભવન સુગંઘિત અને ઘમઘમતું છે. વિદ્યાર્થીઓને " ડિજિટલ દુનિયા " થી વાકેફ અને અભિમુખ કરનાર, "Real and True Teacher"    શીલવાન અને ગુણવાન, પ્રતિભાશાળી, વિકટ પરિસ્‍થ‍િતઓ સામે  લડી તેને તાબે કરવાની પ્રેરણા આપનાર, "Readinesses is All" પાઠો શીખવનાંર, નિષ્‍ઠા  અને પ્રામાણિકતાનું ઉતમ ઉદાહરણ, ગહન વિચારક અને વિવેચક, શિક્ષણનાં પાયાને મજબૂત અને સુદઢ બનાવનાર, યોગ્‍ય જીવન જીવવાનાં પાઠો શીખવનાર એટલે " ર્ડા. દિલીપ બારડ સાહેબ".

અત્‍યંત સાદુ અને સરળ જીવન જીવનારાં સાહેબ " માનવતાની સરવાણીછે. મારાં નિરીક્ષણમાં એ હંમેશા આવ્‍યું છે કે તે પટૃાવળાથી માંડી અઘિકારી સુઘીનાં ઉપરી પોસ્‍ટનાં લોકોને એકજ સરખાં માનથી બોલાવે. એને મન આ ભેદભાવનાં વાડાં અસ્‍ત‍િત્‍વ  જ ન ઘરાવે.

       કાર્યપ્રતિબઘ્‍ઘતા અને કાર્યનિપુણતાનું ઉતમ ઉદાહરણ એટલે ર્ડા. દિલીપ બારડ. રોજ સવારે દસ વાગ્‍યે ડિપાર્ટમેન્‍ટ આવવાનું, સૈાની પહેલાં અને સૈા પછી સાંજના સાત વાગ્‍યે પરત ફરવાનું, આ તેમનો નિત્‍ય ક્રમ. દરેક કામ યોગ્‍ય સમયે અને યોગ્‍ય રીતે થાય તેવી એમની ચીવટ. અને આ જ અપેક્ષા તેમને તેમનાં વિદ્યાર્થીઓ પાસેથી પણ ખરી.

       સાહેબનાં વ્‍યકિતત્‍વનું  એક ઉમદા અને રળિયામણું પાસું એટલે પ્રખર વિવેચનવિદ્યાર્થીઓનાં પ્રતિભાવોને વિવેચનનાં ત્રાજવાથી તોલતાં જોવાનો લહાવો કંઇક અલગ જ હોય છે. દરેક વિદ્યાર્થી તલવારની ધાર પર ઘસાય અને ઉજળો થાય. જેમ પારેવડું જાળમાં ફસાય અને ફફડે એવો અમારો સૈાનો ફફડાટ કે સાહેબ શું કહેશે ? દરેકના મનમાં બસ આ એક પ્રશ્‍ન જ ઘૂમરી લીઘાં કરે. જેમ તમારું કામ વઘારે સારું તેમ વઘારે વિવેચન પ્રાપ્‍ત થાય એ ઉતમ કાર્યની નિશાની. નાની - નાની વાતોનું ઝીણવટભર્યૂ નિરીક્ષણ કરી "મોટી- મોટી પોસ્‍ટ  ફેસબુક પર ચઢાવે અને તે જોઇ અનેકને પ્રેરણા મળે એ દિશામાં વિચારવાની. " Online Discussion " એ સાહેબનું ગમતું કાર્ય. સાપ્રાંત સમયમાં ચાલતા પ્રવાહો વિશે વિદ્યાર્થીઓ ઉંડાણપુર્વકનો વિચાર કરી તેમનાં પ્રતિભાવો ગગનમંડળમાં તરતા મૂકે તેવી એમની મહેચ્‍છા.

તેમનું શિક્ષણ અને કાર્ય છેલ્‍લી પાટલી સુઘી બેઠેલા વિદ્યાર્થી સુઘી પહોંચે તેવો તેમનો આગ્રહ. અને 100% વિદ્યાર્થીઓનો પ્રતિભાવ મળે તેવો તેમનો હઠાગ્રહ. "Don't give Excuses" એ એમનાં મુખમાં સતત વાગોળતો શબ્‍દ. જો કાર્ય પૂર્ણ્‍ ન થયુ તો તેમના કટાક્ષો અને વિવેચનની ઝપેટમાં આવ્‍યા સમજો.

આમ, જોઇએ તો સાહેબને Marxist ગણી શકાય. તે અવાર નવાર કહે કે લોકશાહીમાં હંમેશા "Minority" નો વિચાર થવો જોઇએ. તેમની Theory અને  વાતો હંમેશા Anti- Power રહેલી. Though He is in Power position. ટૂંકમાં કહેવાનું એ કે નાના અને ગરીબ માણસનો વિચાર તેમને પહેલો આવે.

       ભગવાન અને સાહેબને દૂર દૂર સુઘી કોઇ સબંઘો નહિ. જેમ કચ્‍છના સફેદ રણમાં નજર નાખો ત્‍યાં સુઘી કંઇ ન મળે, એમ સાહેબનાં વ્‍યકિતત્‍વમાં  દૂર દૂર સુઘી ભગવાનની બાબતમાં કોઇ આસકિત જોવા ન મળે. કયારેક કયારેક તો એવી એવી Logical argumentsઆપે કે આપણે વિચારતાં રહી જઇએ કે અત્‍યાર સુઘી આપણે જે ભગવાનને જાણતાં હતાં તેનું અસ્‍ત‍િત્‍વ શું ? બસ આ જ એમની ખાસિયત લોકોને વિચારતા કરી મૂકવાની. ભગવાનની વાતમાં "Existentialism" આવ્‍યા વિનાં ન રહે તે વિદ્યાર્થીઓને શીખવે કે તમે પોતે તમારા જીવનનાં ઘડવૈયા છો, કોઇ ભગવાન તમારાં અઘૂરા રહી ગયેલા કાર્યો પૂર્ણ કરવા નહિ આવે. ભગવાનને "Derrida" ની વાતોથી "Deconstruct"  કરે ત્‍યારે એમને ચેન મળે. પરંતુ કયારેક આ બઘી વાતોમાં ભગવાનનું નામ એટલું બઘું લેવાય જાય કે ભગવાન પણ રાજી થતો હશે કે એ બહાને મારું નામ લે છે. ખરા ! કારણ કે ઋષી- મુનિઓએ કહયું છે, કલિયુગ એક નામ આઘારા. "

એક બીજું પાસું એટલે "Research Guide" તરીકેનું તેમની Under માં કેટલાંય Research Scholars Ph.D. કરે. M. A. ના વિદ્યાર્થીઓમાંResearch ના બીજ ઉગાડવાની એમની અદમ્‍ય ઇચ્‍છા. અવાર - નવાંર Ph.D માટેનાં Subject ચિંઘાડતા રહે. "Research Methodology" પર અનેક સેમીનારો પણ ભારતભરમાં કર્યા છે. તેમની બઘીજ પ્રવૃતિઓ રિસર્ચ પર આઘારિત. જેથી વિદ્યાર્થીઓ તેનાથી વાકેફ રહે.

કયારેક તો એવું લાગે કે બારડ સાહેબનો પ્રાણ તેમની લાડકવાયી એટલે ટેકનોલોજી તેનાં પર તેમની અકથ્‍ય પકડ, પાવરઘાપણું જાણે કે ટેકનોલોજીને ઘોળીને પી ગયા હોય. " He has Integrated  Technology in the classroom"  અમે સૈા વિદ્યાર્થીઓ ટેકનોલોજીના ખોળે જ્ઞાન મેળવીએ. આ માહિતી અને જ્ઞાનના આઘુનિક યુગમાં તેમનાં વિદ્યાર્થીઓ કદમ સાથે કદમ મિલાવે તેવી તેમની મહેચ્‍છા. "Trouble Shoot" કઇ રીતે કરવું તેનાં વિદ્યાર્થીઓને પાઠો શીખવાડે. Blog અને Thinking activity દ્રારા વિદ્યાર્થીઓને "Reflective Learning " શીખવે. Coursera, edxoline જેવાં પ્‍લેટફોર્મ  પર દેશ દુનિયાની યુનિવર્સિટીઓમાં અભ્‍યાસ કરવા પ્રોત્‍સાહિત કરે. વળી, સાથે પોતે પણ આજમાવે. વિદ્યાર્થીઓને કહેતા પહેલા તે પ્રયોગ પોતાના પર કરી જુએ. "How to convert ideas into action" તેનું સચોટ ઉદાહરણ પૂરું પાડે. દેશભરમાં અનેક સેમિનારો કરી શિક્ષકોને ટેકનોલોજી અને implementation of technology in the classroom વિશે સુ-માહિતગાર કર્યા છે.


       આ બે વર્ષ્‍ દરમિયાન અગણીત જીવનલક્ષી અને જ્ઞાનલક્ષી પાઠો મને શીખવ્‍યાં છે. "Feminism" ની શૈાર્ય અને સ્‍વાભિમાનભરી વાતો, Derrida નું Deconstruction, T. S. Eliot નું Tradition and individual talent વચ્‍ચેનાં વમળો અને સંઘર્ષ્‍ાો, Saussure નુંSign, Signifier, Signified, Arbitrariness of Language, Technology integrated Learing, Northrop Frye's Contribution to Archetypal criticism, cultural studies and social criticism, of Roland Barthes, michel foucault, Raymond Williams, Albert camus and existentialism, Edward said and orientalism. આ અને આવું અગ‍ણિત, જે જ્ઞાને અમારામાં critical Thinking ની ટેવ વિકસાવી.

       એક objective observer તરીકે મેં સાહેબનાં સમગ્ર વર્તનનું નિરીક્ષણ કર્યુ એમનું વર્તન મને શબ્‍દોમાં કંડારવા જેવું મુલ્‍યવાન લાગ્‍યું. અને મેં એક નાનકડો પ્રયાસ કર્યો. ર્ડા. દિલીપ બારડ સાહેબ અમારા સૈા માટે એક આદર્શ વ્‍યકિત અને આદર્શ શિક્ષક છે.


                                                       
                                                             સુરભી ગૌસ્વામી.

Comments

  1. I have No more Words to say... Amazing Dilp Sir and this blog.

    ReplyDelete
  2. I have No more Words to say... Amazing Dilp Sir and this blog.

    ReplyDelete
  3. Appropriate Surbhi Gausavami. We all love Dilip Barad sir.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Critical analysis of Tughlaq

A.K Ramanujan

The Namesake